આવતીકાલે યોજાશે કેબિનેટની બેઠક, જાણો કયા મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક યોજાશે. ધોરડોમાં ત્રિ-દિવસીય G-20 બેઠક હોવાથી બુધવારની જગ્યાએ મંગળવારે કેબિનેટની બેઠક મળશે. CM ભૂપેન્દ્ર પટેલ ધોરડો કચ્છમાં આયોજિત G-20ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે. જેના પગલે કેબિનેટની બેઠક આવતીકાલે યોજાવાની છે.જંત્રી, પેપરલીક સહિત મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચાઆવતીકાલે યોજાનારી કેબિનેટની બેઠકમાં જંત્રી, પેપરલીક બજેટ સહિતન
Advertisement
ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક યોજાશે. ધોરડોમાં ત્રિ-દિવસીય G-20 બેઠક હોવાથી બુધવારની જગ્યાએ મંગળવારે કેબિનેટની બેઠક મળશે. CM ભૂપેન્દ્ર પટેલ ધોરડો કચ્છમાં આયોજિત G-20ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે. જેના પગલે કેબિનેટની બેઠક આવતીકાલે યોજાવાની છે.
જંત્રી, પેપરલીક સહિત મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા
આવતીકાલે યોજાનારી કેબિનેટની બેઠકમાં જંત્રી, પેપરલીક બજેટ સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સામાન્ય રીતે બુધવારે કેબિનેટ બેઠક યોજાય છે. પરંતુ બુધવારથી કચ્છમાં કાર્યક્રમ હોવાના કારણે કેબિનેટ બેઠકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
CM સાંસદો-ધારાસભ્યો-પ્રજાવર્ગોને મળી શકશે નહી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર 7 ફેબ્રુઆરી અને બુધવાર 8 ફેબ્રુઆરીએ કચ્છના ધોરડો-સફેદ રણ ખાતે યોજાનારી G-20 ની પ્રથમ ટુરિઝમ વર્કીંગ ગૃપની બેઠકમાં સહભાગી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના આ પૂર્વ નિર્ધારીત રોકાણોના કારણે 7 ફેબ્રુઆરી અને 8 ફેબ્રુઆરીના બુધવારે ગાંધીનગરમાં સાંસદો,ધારાસભ્યો, પદાધિકારીઓ કે પ્રજાવર્ગો નાગરિકોને મળી શકશે નહી.
G-20ની બેઠકો પૈકી 15 બેઠકો ગુજરાતમાં યોજાશે
ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20ની બેઠકો પૈકી 15 બેઠકો ગુજરાતમાં યોજાવાની છે. આ પૈકી ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠક 7 થી 8 ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો ખાતે આયોજિત કરવામાં આવેલી છે. આ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં ભારત સરકારના પ્રવાસન મંત્રી કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ G-20 ના સહભાગી દેશોના પ્રતિનિધિઓ પણ જોડાવાના છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનો બીજો G20 કાર્યક્રમ યોજાશે. પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. આ મીટિંગ 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન કચ્છના રણ ખાતે યોજવામાં આવશે.9 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને અન્ય પાર્ટિસિપન્ટ્સ કચ્છના સફેદ રણ ખાતે આયોજિત યોગ સેશનમાં હિસ્સો લેશે. ત્યારબાદ તેઓ હડપ્પન સંસ્કૃતિની યુનેસ્કો હેરિટેજ સાઇટ ધોળાવીરાની પણ મુલાકાત લેશે.
ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ 5 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરશે
7 ફેબ્રુઆરીના રોજ કચ્છમાં પધારેલા પ્રતિનિધિઓને કચ્છના સફેદ રણની મુલાકાત લેવાનો મોકો મળશે. મુખ્યમંત્રી પ્રતિનિધિઓ માટે કચ્છ વિસ્તારના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમનું અને ગાલા ડિનરનું આયોજન કરશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીપુરુષોત્તમ રૂપાલા 8 ફેબ્રુઆરી, 2023ના રોજ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટિંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ 5 મુખ્ય મુદ્દાઓ પર વર્કિંગ સેશન્સ યોજાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.